દ્વિધ્રુવી વિકાર એ હતાશા અને ઉન્માદનું મિશ્રણ છે.

આમાં કયારેક વ્યક્તિ ખૂબ જ ખુશ હોય છે(મેનિયા), તો ક્યારેક ખૂબ જ દુખી(ડિપ્રેશન).
આમાંથી કેટલીક ઘટનાઓ મહિનાઓ સુધી ચાલે છે, તો કેટલીક અમુક જ દિવસો સુધી. ઘણી વાર તો મૂડ એટલો જલ્દી બદલાય છે કે દિવસો કે મહિનાઓની જગ્યાએ કલાકોમાં આવું થાય છે.
આ (ડાયાબિટીસની જેમ )જીવનભરની બીમારી છે. પરંતુ જો યોગ્ય સારવાર કરવામાં આવે તો, વ્યકિત બીજા લોકોની જેમ સામાન્ય થઈ શકે છે.
આ એક એવી માનસિક બીમારી છે જેમાં દવાઓ વધારે અસરકારક હોય છે.
વધુ માહિતી માટે હતાશા અને ઉન્માદની પત્રિકાઓ જુઓ.