Depression (ઉદાસી નો રોગ) લક્ષણો
ઉત્સાહની કમી
મનની એવી સ્થિતિ જ્યાં બધુ જ ઉત્સાહ વગરનું લાગે એટલે હતાશા. આ એક "લો મૂડ ડિસઓર્ડર" છે.
કોઈ પણ તકલીફને "હતાશા"નું નામ આપવા માટે તે ઓછામાં ઓછા 2 અઠવાડીયાથી અનુભવાતો હોય તે જરૂરી છે.
"જ્યારે હું મોટાભાગનો સમય ઉદાસી અનુભવું, જ્યારે કોઈ પણ વસ્તુ મારો મૂડ સુધારી નાં શકે તો હું જાણું છું કે હતાશા પાછી આવી રહી છે."

ખુશીઓમાં ઓછાપો
હું જ્યારે હતાશ થાઉં ત્યારે કઈ એટલે કઈ જ મને ખુશી નથી આપી શકતું.


ઊર્જામાં ઓછાપો
જે ઘડીએ તેઓ હતાશ થઈ જ્યાં છે, ત્યારે તેઓ કામ પર જવાનું બંધ કરી દે છે. ઘરે રહીને તેઓ બાળકોના ગૃહકાર્ય(હોમવર્ક)માં પણ મદદ નથી કરતાં.

પ્રેરણામાં ઓછાપો
"જ્યારે હું હતાશ હતો... ચાલક બળ મેળવવું ઘણું જ અઘરૂ હતું. હું સવારે ઊઠીને પથારીની બહાર પણ જઈ શકતો ન હતો.

એકાગ્રતામાં કમી
તે ટીવીને તાકી રહે છે. શું ચાલી રહ્યું છે તે સમજવા માટે તેનામાં એકાગ્રતા નથી.. તેણી બેધ્યાન થઈ જાય છે, અને નાની નાની બાબતો ભૂલાય જાય છે.ઓછી/ખલેલભરી ઊંઘ
હું રોજ સવારે વહેલો ઉઠી જાઉં છું અને બધી નકારાત્મક વસ્તુઓ વિષે વિચારું છું."
હું જ્યારે હતાશામાં સરી પડું ત્યારે ઊંઘવું એ મારા માટે તકલીફ બની જાય છે.. હું 2,3 વાગ્યા સુધી પથારીમાં પડ્યો રહું છું, છતાં પણ મને ઊંઘ નથી આવતી.
ઘણા કિસ્સામાં મને ઊંઘ તો સારી રીતે આવી જાય છે, પણ ઊંઘ ખૂબ જ ખલેલભરી હોય છે. આથી સવારે જ્યારે ઉઠું છું ત્યારે એવું જ લાગે કે બિલકુલ ઊંઘ્યો જ ના હોય.
ભૂખ ના લાગવી

મારી પુત્રી હતાશ હોય ત્યારે ખૂબ જ ઓછું ખાય છે. તેણી ફક્ત જમવા સામે તાકી રહે છે. તેણી કહે છે કે તેને બિલકુલ ભૂખ લાગી નથી.
જાતીય ઇચ્છાઓમાં ઊણપ જ્યારે તે હતાશ હોય છે ત્યારે એને કઈ પણ ઈચ્છા થતી નથી પરંતુ જ્યારે એ ફરીથી સામાન્ય બની જાય છે.. એ ખૂબ જ પ્રેમાળ છે

નકારાત્મક વિચારો
સ્વાભિમાનમાં ઊણપ:- "હું કઈ પણ કરવા માટે સક્ષમ નથી એવું લાગે. પરંતુ જ્યારે હું ઠીક થઈ જાઉં ત્યારે મારામાં ઘણો જ આત્મવિશ્વાસ આવી જાય છે."
અપરાધ કર્યાની ભાવના :- "મને એવું લાગે છે કે હું મારા પરિવાર ઉપર બોજરૂપ છું. તેઓ મને એવું વિચારવાની ના પાડે છે છતાં હું આ વિચારો રોકી નથી શકતો."
નિરાશા :- "તમને ખબર છે... મારૂં કોઈ જ ભવિષ્ય નથી. મને ખબર છે કે કોઈ જ ભવિષ્ય નથી. હું હંમેશા માટે આવો જ રહીશ, હું ક્યારેય સાજો નહીં થાઉં."
આપઘાતી વિચારસરણી :- “હું વિચાર્યા કરું છું કે હું પોતાની જાતને કેવી રીતે મારી નાખું. મને આત્મહત્યા કરવાના ઘણા બધા રસ્તાઓની જાણકારી છે... મે એટલું બધુ રિસર્ચ કર્યું છે.”
ભ્રમ :- ખોટા હોય તેવા તથ્યો માનવા. “મને ખબર છે કે મને એઇડ્સ થયો છે. મને ખબર નથી પડતી કે તેનો ટેસ્ટ કઈ રીતે નેગેટિવ આવ્યો પણ મને ખબર છે મને એઇડ્સ છે.”
ચિત્તભ્રમ :- બીજાઓ ના જોઈ શકે તેવી વસ્તુઓ જોવી કે સાંભળવી
“મને મારી મોત દેખાય છે.. મને સાક્ષાત યમરાજ દેખાય છે. હતાશામાં આવી વસ્તુઓ દેખાય ત્યારે હું ઘણો જ ગભરાય જાઉં છું.”
“મને મારી માતાનો અવાજ સંભળાય છે.. જે 10 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી.. એ મને એની કબરમાંથી કહી રહી હતી. તે મને કહી રહી હતી કે હું ખૂબ જ ખરાબ છોકરો છું..”

સમજાવી ના શકાય તેવી શારીરિક/માનસિક તકલીફો
ઘણી સંસ્કૃતિઓમાં , દાખલા તરીકે એશિયન અને આફ્રિકન લોકોમાં હતાશા દરમિયાન માનસિક કરતાં શારીરિક તકલીફોની ફરિયાદ વધુ જોવા મળે છે.
માથામાં દુખાવો થવો, શરીરમાં કળતર થવી, પગ દુખવા, પીઠનો દુખાવો, ચક્કર આવવા વગેરે વગેરે.
પણ આવી સતત અને અલગ પ્રકારની શારીરિક ફરિયાદો પાછળ કોઈ જ નક્કર કારણ ના હોય ત્યારે આપણે વિચારવું પડે... કે શું હતાશા એ શારીરિક ફરિયાદરૂપે આવી રહી છે ? આપણે જ્યારે દર્દીમાં સમજાવી ના શકાય તેવી શારીરિક ફરિયાદો જોઈએ ત્યારે આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.ડિપ્રેશન થવાના કારણો:
ડિપ્રેશન થવાના અલગ અલગ કારણો હોય છે અને બધા કારણો એક અથવા તો બીજી રીતે અસર કરતા હોય છે કોઈ એક ચોક્કસ કારણ આપી શકાતું નથી ...જેવા કે,મગજ માં થતી સીરોટોનીન, ડોપામીન, વગેરે જેવા રસાયણો ની ઉણપ,
સામાજિક, આર્થિક કે અન્ય ચિંતા
વારસાગત રીતે,
હોર્મોન્સ માં બદલાવ થવો,
મગજ ની રચના માં બદલાવ થવો
શું કરવું?
તુરંત જ કોઈ મનોચિકિત્સક નો સંપર્ક કરવો જોઈએ જેથી વધુ થતું અટકે અને ઘણા કિસ્સાઓ માં સમયસર સારવાર થી આપઘાત ની નોબત આવતી નથી. તેની સારવાર દવાઓ અને સાયકોથેરાપી થી કરી શકાય છે