મનો રોગ મને થઇ શકતો નથી.....
આ રોગ કોઈ પણ ને, ગમે ત્યારે અને કોઈ પણ જાત ના tension વગર થઇ શકે છે. દર ૪ માંથી ૧ વ્યક્તિ ને ક્યારેક ને ક્યારેક તો મનોરોગ લાગુ પડે જ છે.
બાળકો ને ક્યારેય મનોરોગ થતો નથી તેના વર્તન માટે બાળક પોતે અને તેના માતા-પિતા જવાબદાર હોય છે.
મોટો ની જેમ જ મનોરોગ કોઈ પણ બાળક ને ગમે ત્યારે ગમે તે ઉમરે થઇ શકે છે.આમ થવા નું કારણ મગજ ના રસાયણો, વારસાગત કારણો, આસપાસ નું વાતાવરણ હોઈ શકે છે. તેનું વ્યવસ્થિત અને વહેલું નિદાન અને સારવાર કરવાથી ઝડપ થી સાજો થાય છે.મનોચિકિત્સા માં ફક્ત ઊંઘ નિ જ દવા આપવામાં આવે છે, તેની ટેવ પડી જાય છે અને આખી જીંદગી લેવી પડે છે.

આ દવાઓ ફક્ત ઊંઘ ની નથી હોતી, તે મગજ ના રસાયણો માં ફેરફાર કરે છે જેના લીધે દર્દી સાજો થાય છે અને પહેલા ની જેમ પોતાની જીંદગી જીવી સકે છે. મોટા ભાગ ના કિસ્સાઓ માં દવાઓ જરુરી કોર્સ પૂર્ણ થયા બાદ બંધ જ કરી દેવામાં આવે છે.જો દર્દી ડોકટર ની સલાહ મુજબ રેગ્યુલર દવા લેવાથી ઝડપ થી કોર્ષ પતે છે અને સાજુ થવાય છે.


મનોરોગ વ્યક્તિત્વ ની નબળાઈ ના લીધે થાય છે. મનોરોગ માટે ઘણા કારણો જવાબદાર હોય છે, જેમ કે મગજ ના રસાયણો માં ફેરફાર, વારસાગત કારણ, સામાજિક પ્રસંગો, જૂની ઘટનાઓ, શારીરિક સ્વાસ્થ્ય વગેરે....તેને વ્યક્તિત્વ ની નબળાઈ સાથે કઈ લેવાદેવા નથી


મનોરોગી જો ઈચ્છે તો જાતે તેમાંથી બહાર આવી શકે છે,
આં લક્ષણો તેના પોતાના કાબુ માં છે પણ તે જાણી જોઇને આવું કરે છે.
આ રોગ ના લક્ષણો વ્યક્તિ ના કાબુ માં હોતા નથી, તે માણસ અને રોગ બંને અલગ અલગ છે.
આ પ્રકાર ના વ્યક્તિ ને મદદ ની જરૂર પડે જ છે તે પોતે તેમાંથી બહાર આવી સકતો નથી.
મનોરોગી ના વ્યક્તિઓ માટે હું કઈ ના કરી શકું.... મનોરોગી ના વ્યક્તિઓ માટે તમે ઘણું બધું કરી શકો છો. જેમ કે, તમે વ્યક્તિ ને સારવાર લેવા માટે સમજાવો, તેને ગાંડો, સાયકો કે માનસિક કહી અને ચીડવો નહિ,
તેની સાથે પણ સામાન્ય વ્યક્તિ જેવો જ વ્યવહાર કરો.


મનોરોગ ના વ્યક્તિઓ હિંસક અને સમજે નહિ તેવા હોય છે.

મોટા ભાગ ના મનોરોગ ના વ્યક્તિઓ બીજા સામાન્ય માણસો કરતા વધારે હિંસક હોતા નથી. આવા લોકો સામાન્ય વ્યક્તિ કરતા વધારે હિંસાઅને કપટ નો ભોગ બને છે.


મનોરોગ ધરાવતો વ્યક્તિ આગળ કઈ કરી શકતો નથી અને સાજો થતો નથી... આજે પહેલા કરતા સારી દવાઓ અને સારવાર ની નવી પદ્ધતિઓ ના કારણે મોટાભાગ ના મનોરોગ ઝડપ થી અને સંપૂર્ણ રીતે માટી સકે છે અને વ્યક્તિ પહેલાની જેમજ કામ કરી શકે છે અને રહી શકે છે.